મુખ્ય સામગ્રી પર જાઓ

મહારાજ ધનુરસેન ( માઈક્રોફિક્શન )

          મહારાજ ધનુરસેનને ત્યાં રાજ્યાભિષેક થવાનો અવસર આવી ગયો. મહારાજ ધનુરસેન પોતાના રાજપાટ પર બેસીને અભિમાનીની આંખે સૌ તરફ નજર માંડી. એકાએક એની નજર કાગડા તરફ મંડાઈ. કાગડો પણ તેને એકીટશે જોવા લાગ્યો. " સૈનિકો, મહેલમાંથી આ કાગડાને બહાર જંગલ માં મૂકી આવો. "- મહારાજ ધનુરસેનએ આજ્ઞા કરી. બાજુમાં બેઠેલ મહેતાજી બોલ્યા- " મહારાજ, ત્યાં કાગડો નથી. માત્ર વાજિંત્રો રાખ્યા છે. " મહારાજ ધનુરસેન વિચારે ચડી ગયા. એકાએક આંખમાં અગન જ્વાળા ફૂટી અને આજ્ઞા સાથે બોલ્યા- " મનજી કાનજી સરવૈયા હજાર હો ! "


~ જુલી સોલંકી



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુની ઝંખના

          મનુષ્ય જીવન એટલે અપેક્ષાઓનું જીવન. માનવી અનેક અપેક્ષાઓ સાથે જીવતો હોય છે. અપેક્ષાઓ એટલે કે ઝંખના. માનવીની દિવસે ને દિવસે જેમ જરૂરીયાતો વધતી જાય તેમ એની ઝંખના અતિ તીવ્ર બનતી જાય છે. મારા ઘરમાં અમે ચાર જણ રહેતા હતા. હું (મન્નુ ) , સુરેશ અને અમારા બે સંતાનો. " મન્નુ, કાલે આપણું ઘર મળી જશે. " - સુરેશ જે મન્નુનો પતિ. મજૂરી કરીને ઘર ચલાવતો. પોતાનું ઘર ન હોવાથી નવા ઘરનું સ્વપ્ન સેવેલું. " વાહ ! ખૂબ સારા સમાચાર આપ્યા. પણ લોન મળી ગઈ ? "  - મન્નુ ખુશ થવાની જગ્યાએ ચિંતામાં આવી ગઈ. ઘણાં સમયથી લોન માટે તૈયારી કરતા હતા. પરંતુ પગ ફરી પાછા પડતાં.              બીજા દિવસે સવારે સુરેશ ઑફિસ ગયેલો. ઘરે પરત ફરતાં સમય લાગ્યો. મન્નુ ચિંતામાં આંગણે બેસીને સુરેશના આવવાની રાહ જોવા લાગી. થોડી વાર પછી સુરેશને સામે આવતો જોયો. થાકના કારણે પેલાનો ચહેરો પડી ગયેલો. પણ સુરેશ તો ખુશ થઈને મન્નુને ઉપાડીને ગોળગોળ ફેરવવા લાગ્યો. 

ધૂલીનો નિર્ણય ( માઈક્રોફિક્શન )

     જિદંગીનાં પ્રસંગ ક્ષણવારમાં પલટાઈ જાય છે. ચેતુ સાથે ઋણાનુબંધ છેલ્લા ચાર વર્ષથી બંધાઈ ગયું. લગ્નની વાત મારા બાપુને આજે કહી જ નાખી. બાપુનો પારો ગબડી પડેલો. બાપુએ ધૂલી સામે આંખ કાઢી. ધૂલી સમજી ગઈ કે- " હવે, કંઈ નહિ થાય. " બાપુના ગુસ્સાના કારણે ધૂલીએ કડવો ઘૂંટડો પી લીધો અને એક નિર્ણય પર પહોંચી આવી. ✍️ જુલી સોલંકી

લાડકી દીકરી

કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. સાદ એનો ચાસણી સમો, ગીત સૂરના પૂરતી ગઈ; મીઠી મીઠી વાતો કરતી, સૌના હૃદયે વસતી ગઈ.  નાનું ઝભલું નહિ, યુનિફોર્મ પહેરતી થઈ ગઈ; પગમાં ઝાંઝરને છમ-છમ વગાડતી થઈ ગઈ.  રમકડું ત્યજીને, પુસ્તકનો સાથ લેતાં થઈ ગઈ; વિકાસના દ્વારે જ્ઞાનનો ઉપયોગ કરતાં થઈ ગઈ.  નાનકડી ગુડિયા,ગુરૂનું સન્માન કરતી થઈ ગઈ; એ મા-બાપુના ખુશીની ચાવી શોધતી થઈ ગઈ.  લાગણીની સંગ,લક્ષ્મીનો અવતાર બની ગઈ; ચોમેર દુનિયામાં નામ રોશન કરતી થઈ ગઈ.  ન રાખતા વેર, પ્રેમના સાગર સંગ વહેતી ગઈ; આયખું જીવન, ' લાડકી દીકરી ' કહેતી ગઈ.  કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. - જુલી સોલંકી ' સચેત '