કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. સાદ એનો ચાસણી સમો, ગીત સૂરના પૂરતી ગઈ; મીઠી મીઠી વાતો કરતી, સૌના હૃદયે વસતી ગઈ. નાનું ઝભલું નહિ, યુનિફોર્મ પહેરતી થઈ ગઈ; પગમાં ઝાંઝરને છમ-છમ વગાડતી થઈ ગઈ. રમકડું ત્યજીને, પુસ્તકનો સાથ લેતાં થઈ ગઈ; વિકાસના દ્વારે જ્ઞાનનો ઉપયોગ કરતાં થઈ ગઈ. નાનકડી ગુડિયા,ગુરૂનું સન્માન કરતી થઈ ગઈ; એ મા-બાપુના ખુશીની ચાવી શોધતી થઈ ગઈ. લાગણીની સંગ,લક્ષ્મીનો અવતાર બની ગઈ; ચોમેર દુનિયામાં નામ રોશન કરતી થઈ ગઈ. ન રાખતા વેર, પ્રેમના સાગર સંગ વહેતી ગઈ; આયખું જીવન, ' લાડકી દીકરી ' કહેતી ગઈ. કોમળ કોમળ ડગલું ભરતી આગળ વધી ગઈ; એ મારી લાડકી દીકરી શાળાએ પહોંચી ગઈ. - જુલી સોલંકી ' સચેત '
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો